માનવ કલ્યાણ યોજના એ કુટીર અને ગ્રામીણ ઉધોગ વિભાગ ગુજરાત રાજ્ય દ્ધારા નાના ધંધા વ્યવસાય કરનાર લોકો માટે ટુલકીટ સ્વરૂપે સહાય આપવા માટે ચાલુ કરવામાં આવેલ. જેનાથી નાના ધંધાદારીઓને ખૂબ જ ફાયદો થાય છે. આ યોજનામાં ૨૮ પ્રકારના ધંધા વ્યવસાય માટે ટુલકીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ની જાહેરાત આવી ગઈ છે.
યોજનાનું નામ: માનવ કલ્યાણ યોજના
વિભાગ: કુટીર અને ગ્રામીણ ઉધોગ વિભાગ ગુજરાત રાજ્ય
તારીખ: ૦૮-૦૪-૨૦૨૫ થી એક માસ
કોણ અરજી કરી શકે?:
નીચેના ધંધા વ્યવસાય કરનારાઓને આ યોજનામાં કરી શકે?
કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી કામ, સુથારી કામ, ધોબી કામ, દૂધ - દહી વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણાં અને અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ, રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) , મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ), હર કટિંગ, રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવાલાના લાભાર્થી)
અરજી કરવા માટે પાત્રતા:
૧. અરજદારની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
૨. અરજદારની વાર્ષિક આવક ૬ લાખથી ઓછી હોઇ જોઈએ. અથવા બી.પી.એલ. યાદીમાં આવતા હોવા જોઈએ.
અરજી કરવા માટે જરૂરી પુરાવા:
૧. આધારકાર્ડ
૨. ઈ-શ્રમ કાર્ડ
૩. રેશનકાર્ડ
૪. જાતીનો દાખલો (જનરલ માટે વૈકલ્પિક)
૫. આવકનો દાખલો
૬. ફોટો
અરજી કયા કરી શકે?
૧. આપની ગ્રામપંચાયતના vce મારફત અથવા
૨. https://e-kutir.gujarat.gov.in/ ની વેબસાઇટથી જાતે ઓનલાઈન અરજી કરી શકે. અરજી કરવા માટે વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી આપના ધંધા વ્યવસાયને લગતી વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
અરજી કર્યા બાદ પસંદગી જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્ધારા ઓનલાઈન ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે. આપની પસંદગી થયા બાદ એક વાઉચર આપના લૉગ ઇન ડેશબોર્ડ ઉપર ઉપલબ્ધ થશે. ત્યાર બાદ આપ ઈ કુટીર અધિકૃત ડીલર્સ પાસેથી વાઉચરની કિંમતની મર્યાદામાં આપના ધંધા વ્યવસાયને લગતી વસ્તુઓ ખરીદી શકશો. તો રાહ શેની જુઓ છો આજે જ રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લો.
આ માહિતી બીજા સુધી જરૂર પહુચાડો.